ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉટવાળાની સીમમાંથી સિંહનું મૂતદેહ મળી આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉટવાળાની સીમમાંથી સિંહનું મૂતદેહ મળી આવ્યું


ઉનાના ઉંટવાળા ગામની રેવન્યુ સીમ લુવારી મુલી રોડ પાસે લખમણભાઇ નારણભાઈ સેલાણા ના ખેતરમાં શેઢા ઉપરથી પ થી ૬ વર્ષની સિંહણ નું મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા નાયબ વન રક્ષણ ધારીના માર્ગદર્શન હેઠળ રેજના આર એફ ઓ ભરવાડ અને ટીમ સ્થળ પર પહોંચી હતી તપાસ બાદ મોત શંકાસ્પદ લાગતા વેટરનરી સ્થળ ઉપર બોલાવી તપાસ કરવામાં આવી હતી આસપાસની વાડી વિસ્તારમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સિંહણ નું મૃત વિજર કરંટ લાગવાથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી હતી
બાદમાં મૂતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવાયો હતો રિપોર્ટ બાદ તેમનું સાચું કારણ બહાર આવશે સૂત્રમાંથી મળતી વિગત મુજબ વન વિભાગ શંકાસ્પદ લોકોને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી અને બે શખ્સ ની પૂછપરછ કરી હતી જે જગ્યા ઉપર થી મૂતદેહ મળી આવ્યો ત્યાં નજીકમાં સરપંચની વાડી હોય તપાસની દિશા સરપંચ સુધી પહોંચે તો આ વાત પણ નકારી શકાય નહીં જોકે વન વિભાગ એ આ મુદ્દે તપાસ હાથ ધરી છે

રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image