રાજકોટમાં રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભને લઈ કલેકટરનું નિવેદન 4 જાન્યુ એ CMના હસ્તે ઉદ્ઘાટન
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિક્સ મેદાન ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભના 13મા સંસ્કરણનો આગામી તા. 4 જાન્યુઆરીથી શુભારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈ રાજકોટના કલેકટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ખેલ મહાકુંભનું ઉદઘાટન
કરવામાં આવનાર છે. ખેલાડીઓ અને અહીંના શહેરીજનોના ઉત્સાહમાં વધારો કરવા માટે ઐશ્વર્યા મજમુદારનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બહારથી અંદાજે 4000 જેટલા ખેલાડીઓ આવશે. જેને જમવા અને રહેવાની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે તા 2 જાન્યુઆરીએ ખેલાડીનો ઉત્સાહ વધે તે માટે બહુમાળી ભવન ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.