ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરાયું - At This Time

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરાયું


ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરાયું

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૧ જૂનના રોજ બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમ ભાગ લીધેલ ૩૧ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું આ સાથે તાલીમનુ સમાપન કાર્યક્રમનુ યોજવામાં આવ્યો હતો.

કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક શરૂ કરવા માટે અતિથિ વિશેષ નાબાર્ડ ભાવનગર ના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસ, ડી.આર.ડી.એ, એપીએમ વૈશ્ણવીબેન ભટ્ટ, એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના, ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસી. ઇશાન કલીવડા અને ઓફીસ આસી. જયેશભાઇ ગોહિલ અને સ્ટાફગણ, ડી.એસ.ટી ટ્રેઇનર રેખાબેન, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટી ના ઇડીપી એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર રીનાબેન પાચાણી હાજર રહયા હતા.

આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો. આ સમાપન કાર્યક્રમમાં બહેનોન બિઝનેસ માટે બેઝિક બ્યુટીપાર્લરની કીટ વિતરણ કરી અને લોન વિષે માહિતી આપી હતી. ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડ દ્વારા તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.