શહેરમાં દિવાળીમાં રોગચાળો ઓછો નોંધાયો, હવે ગળામાં બળતરા અને તાવની ફરિયાદો વધી, ડેન્ગ્યુમાં પણ ઉછાળો
મીઠાઈઓ, ઠંડાપીણા અને ફાસ્ટ ફૂડ ખાવાને કારણે તબિયત બગડી, મિશ્રઋતુ થતા વાઇરલ રોગચાળો પણ વધ્યો.
રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના સાપ્તાહિક આંકમાં રોગચાળો કાબૂમાં દેખાઈ રહ્યો છે પણ હકીકતે ગત સપ્તાહે દિવાળીના તહેવાર હોવાથી લોકો આરોગ્ય કેન્દ્રોમાં ગયા જ નથી. આ કારણે બધા આંક નીચા દેખાયા છે જોકે એકમાત્ર ડેન્ગ્યુના કેસમાં નજીવો ઉછાળો આવ્યો છે. હવે નવા સપ્તાહમાં અચાનક રોગચાળો વધ્યો છે જેમાં ગળાની બળતરા અને શરીરમાં દુખાવો મહત્ત્વના લક્ષણ છે. મનપાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંક મુજબ 24-10થી 31-10 સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના 19 નવા કેસ જ્યારે મલેરિયાનો એક કેસ નોંધાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.