ભુજ શહેર “એ” ડિવિઝન પો.સ્ટેના ચોરી તેમજ ચીલઝડપના ગુનામા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ/એલ.સી.બી, પશ્ચિમ કચ્છ ભુજ - At This Time

ભુજ શહેર “એ” ડિવિઝન પો.સ્ટેના ચોરી તેમજ ચીલઝડપના ગુનામા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ/એલ.સી.બી, પશ્ચિમ કચ્છ ભુજ


ભુજ: કચ્છ ના ભુજ વિસ્તાર માં નાસતો ફરતો આરોપીને બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ સૌરભસિંઘ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓએ પકડી પાડવા
માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી
એચ.એમ.ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ તથા એલ.સી.બી ભુજના સ્ટાફના માણસો
પ્રયત્નશીલ હતા.
આજરોજ પેરોલ ફર્લો સ્કોડ તેમજ એલ.સી.બી સ્ટાફના માણસો સાથે નાસતા
ફરતા આરોપીઓ પકડવા માટે ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે
બાતમી હકિકત મળેલ કે, ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ.ગુ.ર.નં.૦૨/૨૦૨૨
ઈપીકો.કલમ-૩૭૯(એ),૩,૧૧૪ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી અયુબ આરબ ચૌહાણ
ઉ.વ.૩૨ રહે.પૈયા તા.ભુજ વાળો હાલે મુંદરા રોડ પર આવેલ લેઉવા પટેલ હોસ્પીટલ પાસે હાજર
છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી
વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે
સી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર “એ”
ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ હરીલાલ બારોટ,
પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ, તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પો.હેડ.કોંન્સ સુરેંન્દ્રસિંહ વનરાજસિંહ
ઝાલા એલ.સી.બી તથા ડ્રા.પો.હેડ.કોંન્સ સુરેશ ચૌધરી નાઓ જોડાયેલ હતા.

ધીરજ સિજુ- એટ ઘીસ ટાઈમ ન્યૂઝ
કચ્છ બ્યુરોચીફ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon