નેત્રંગ સ્મશાનમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય,સગળી તુટેલી-જજૅરીત હાલતમાં
નેત્રંગ સ્મશાનમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય,સગળી તુટેલી-જજૅરીત હાલતમાં
નેત્રંગ સ્મશાનમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,જ્યારે સગળી તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાનપરેશાન થઇ ચુક્યા છે.
નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ સ્મશાનઘાટનો વહીવટ નેત્રંગ ગ્રા.પંચાયતના સતાધીશો પાસે છે.ગામમાં કોઈપણ વ્યક્તિનું અકાળે મૃત્ય થાય ત્યારે પરીવારના સભ્યો-ગ્રામજનો મૃતદેહની અંતિમક્રિયા કરવા માટે સ્મશાનઘાટ લઈ જાય છે.અંતિમક્રિયા કરવા માટેની તમામ તૈયારીઓ કરીને સ્મશાનઘાટ પહોંચ્યા બાદ ત્યાની અસ્વસ્થાની કારણે ગ્રામજનોમાં નિરાશાની લાગણી ફરિ વળે છે.નેત્રંગના સ્મશાનઘાટ પહોંચતાની સાથે જ ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય નજરે પડે છે.
ફુલહાર,ચાદર,નાળીયેલ સહિતનો તમામ સમાન અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો હોય છે.મૃતદેહની અંતિમક્રિયા માટેની સગળી તુટેલી-જજૅરીત હોવાથી મૃતદેહની સાથે લાકડા પણ ધસી પડતા હોવાથી ભારે સલામતિ સાથે અંતિમક્રિયા કરવી પડી રહી છે.પરંતુ જવાબદાર લોકોને કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપઢે જણાઇ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.