મુક બધીર માનવસેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા બે દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મુક બધીર માનવસેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા બે દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.


મુક બધિર માનવસેવા ટ્રસ્ટ અને ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ દ્વારા મુક બધીર બાળકો માટે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોડાસાના શાસ્ત્રી ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવ્યું હતું.
બે દિવસસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી અને ગાંધીનગરની મુક બધીર ટીમોએ ભાગ લીધો હતો.

દિવ્યાંગોએ પોતાના ક્રિકેટના કૌવતથી પોતાની રમતની ક્ષમતાને મેદાનમાં ઉતારી સાંભળી ન શકવાને કારણે આ દિવ્યાંગો સામાન્ય રીતે સમાજમાં ઓળખી શકાતા નથી જેના કારણે શ્રવણની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને મંચ આપવાના પ્રયાસના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મુક બધીર સેવા ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ પ્રણામી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના ક્રિકેટ ટુર્નામેન્ટના સંયોજક સમગ્ર શિક્ષા આઇડી કોર્ડીનેટર અમિત કવિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image