અંબાજી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખ ધરાવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી અને આસપાસના ગામોમાં રહેતા હોમગાર્ડના જવાનો, મહિલા અને પુરુષ પણ મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. અંબાજી હોમગાર્ડ કમાન્ડર અને પોલીસ અધિકારી પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ શરૂ કરાયો હતો. મહિલા અને પુરુષ જવાનો પરેડમાં પણ જોડાયા હતા અને હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજીના બજારમાં રેલી સ્વરૂપે હોમગાર્ડ જવાનો કુછ કરતા જોવા મળ્યા હતા. હોમગાર્ડ જવાનો પણ સુરક્ષામાં સારી કામગીરી કરતા હોય છે, ત્યારે છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.