પરિવારથી વિખૂટા પડેલા પત્ની અને દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતુ હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર* - At This Time

પરિવારથી વિખૂટા પડેલા પત્ની અને દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતુ હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર*


*પરિવારથી વિખૂટા પડેલા પત્ની અને દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતુ હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર*
 ************
સાબરકાંઠા જિલ્લાના નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે આશ્રય આપી ગીતાબેન (નામ બદલેલ છે) અને તેમની દિકરીનું મિલન તેમના પરીવાર સાથે  કરાવી એક પરીવારને તુટતા બચાવતુ હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર.
        ૩૦ વર્ષિય  ગીતાબેન મૂળ રાજસ્થાનના અને  હાલ અમદાવાદ ખાતે પતિ અને પુત્રી સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગીતાબેનની માનસિક સ્થિતિ સારી ન હોવાથી  તા.૦૧/૦૯/૨૦૨૩ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર, જિ-સાબરકાંઠા દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર, હિંમતનગર ખાતે તેઓને તેમની બાળકી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. બહેન પોતાની મરજીથી બાળકી સાથે તા:૨૫/૦૮/૨૦૨૩ ના રોજ હાલના રહેઠાણ અમદાવાદ  ખાતે કોઇને કીધા વગર નીકળી ગયેલ અને પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યા હતા. તા.૨૭/૦૮/૨૦૨૩ ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે મુકવામાં આવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરથી તેમને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે મુકવામાં આવ્યા જ્યાં તા.૦૨/૦૯/૨૦૨૩ ના રોજ ગીતાબેન અને તેમની દિકરીની તબિયત સારી ના હોવાથી બન્નેને સિવિલ હોસ્પિટલ, હિંમતનગર ખાતે દાખલ કરાયા હતા. ગીતાબેનની દિકરીને બાળ સંજીવની કેંદ્ર હિંમતનગર ખાતે ૧૪ દિવસ દાખલ કરી હતા. ગીતાબેન હોસ્પિટલ ખાતે સખી બન સ્ટોપ સેન્ટરના સઘન પ્રયાસથી બહેનનું કાઉંસેલીંગ કરી તેમના પરીવારનું સરનામું જાણવામાં આવ્યું તેના આધારે તેમના પતિનો સંપર્ક કરવામાં અવ્યો. આવી રીતે સખી વન સ્ટોપ સેન્ટર અને નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરી પરીવારથી વિખૂટી પડેલ માતા અને દિકરીને તેમના પતિ સાથે પુન:મિલન કરાવવામાં આવ્યું તેનો સાક્ષી હિંમતનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.