વિરપુર તાલુકાના જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી ૧૪ વર્ષની તરુણીના લગ્ન અટકાવવામાં સફળતા મળી….
વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જાગૃત નાગરિકે દ્વારા અપાયેલી માહિતીના આધારે સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી યોજાનાર બાળ લગ્ન અટકાવ્યા હતા હાલ મહિસાગર જિલ્લામાં લગ્ન સરાની સિઝન ચાલી રહી છે ઠેર ઠેર લગ્ન પ્રસંગો ઉજવાઈ રહ્યા છે ત્યારે વિરપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો જ્યાં કિશોરીની ઉંમર લગ્નની નિર્ધારિત ઉંમર કરતા ઓછી હતી એટલે કે 18 વર્ષ કરતા ઓછી ઉંમર હતી જે અંગેની માહિતી મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ ટીમ સાથે પોહચી આ બાળ લગ્ન થતા અટકાવી દેવામાં આવ્યા છે જ્યાં કિશોરીની ઉંમર ૧૪ વર્ષ હતી જેથી તેના લગ્ન અટકાવી પરિવાર પાસેથી સગીર લગ્નની નિર્ધારિત ઉંમરનો ન થાય ત્યાં સુધી તેના લગ્ન ન કરવા જે અંગેનું બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હજી પણ કેટલાક વિસ્તરોમાં સગીરના લગ્ન થતા હોય છે જોકે આ અંગેની જાણ તંત્રને થતા જ તરત ઘટના સ્થળે પોહચી લગ્ન અટકાવી દઈ પરિવારના સભ્યોને પણ આ અંગે સમજાવવામાં આવે છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.