બોટાદ તાલુકાના રોહિશાળા ગામે "સ્વચ્છતા હી સેવા" અતંર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી - At This Time

બોટાદ તાલુકાના રોહિશાળા ગામે “સ્વચ્છતા હી સેવા” અતંર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી


(અસરફ જાંગડ દ્વારા)
મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે જે અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટરઅને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બોટાદ તાલુકાના રોહિશાળા ગામે સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાન, સ્વચ્છ ભારત મીશન (ગ્રામ્ય)ની ટીમ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ તકે ગામમાં સ્વચ્છતા શપથ અને રેલીનું આયોજન કરી જાહેર સ્થળોની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રોહિશાળાવાસીઓએ આજુ-બાજુના ગામલોકોને પણ સ્વચ્છતા જાળવવા અને સફાઈ અભિયાનમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.