અમદાવાદ શહેરના ભરચક વિસ્તારમાં નાં એક ગણાતા એવાં ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે સોનીની દૂકાનમાં ઘૂસી બંદૂકની અણીએ ચલાવી લૂંટ.
અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તાર એટલે કે ભીડભાડવાળા બજાર વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં ફાયરિંગ કરી સોના ચાંદીના વેપારી ને ઘાયલ કરી રૂપિયા 58 લાખ ની કિંમત ના સોનાના દાગીનાની કરી લૂંટ. આ ઘટનાના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરના ખાડિયા વિસ્તારમાં પતાસાની પોળમાં માં આવેલી હિંમત લાલ શંકરલાલ જ્વેલર્સ નામની શોપમાં માલિક વિકાસભાઈ જમીને બેઠા હતા અને તેમના કારીગરો બહાર ગયા હતા. આ દરમિયાન બપોરે 2:45 વાગ્યાના અરસામાં માથા પર સ્પોર્ટસ કેપ અને મોઢા પર રૂમાલ ની દુકાને બાંધી આવેલા શખ્સે થોડી વાતચીત કરી હતી. ત્યાં જ અચાનક લુટારાએ અચાનક જ ઊભા થઈ દુકાનની જાળી બંધ કરતા વેપારી વિકાસભાઈ સતર્ક થઈ ગયા હતા. વેપારી એ પ્રતિકાર કરતા ઝપાઝપી કરી લુટારા એ તેમને સોફા ઉપર પાડી દઈ પિસ્ટલ માંથી ફાયરિંગ કર્યું હતુ. ગોળી વિકાસભાઈ ની જાંઘ ની આરપાર નીકળી ગઈ હતી. વિકાસભાઈ બેહોશ થતા પ્રાથમિક અંદાજ મુજબ કુલ 58 લાખના દાગીના લઈ આરોપી રેલ્વે સ્ટેશન તરફ નાસી છૂટ્યો હતો. ખાડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાડિયા પોલીસ લુટ કરી નાસી છૂટેલ આરોપીને ધર દબોચવા સક્રિય બની છે.આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સૌરાંગ ઠક્કર, અમદાવાદ
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.