બોટાદ શહેરમાં આવેલા SHG ગૃપના બહેનો દ્વારા જુદા જુદા વોર્ડમાં સોર્સ સેગ્રીગેશન કરવાની સમજુતી આપવાની કામગીરી કરવામાં આવી
(રિપોર્ટ અસરફ જાંગડ)
રાજ્યમાં “નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે વહીવટદાર તથા ચીફ ઓફિસરની આગેવાનીમાં બોટાદ શહેરમાં આવેલા SHG ગૃપના બહેનો દ્વારા જુદા જુદા વોર્ડમાં સોર્સ સેગ્રીગેશન કરવાની સમજુતી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા NULM સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.