બરવાળા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા દ્વારા વેરામાં કરાયેલ વધારાના વિરોધમાં નગરપાલિકા પરિસરમાં ધરણા યોજ્યા, સાત મહિના પહેલા વેરામાં 100% વધારો તેમજ ગટર વેરો 600 રૂપિયા કરતાં બરવાળા નગરના તમામ વેપારીઓએ એક દિવસ બંધ પાળી વિરોધ કરાયેલ, જે વિરોધ બાદ નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાઈ ગયો હોવાનો ઠરાવ કરાઇ ગયો હોવા બાબતની પ્રાંત અને મામલતદારની મધ્યસ્થી અને આશ્વાસન બાદ પણ ચાર મહિના વિતવા છતાં કોઈ નિર્ણય ન થતાં ફરી ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો સાથે જ જો માંગ ન સંતોષાય તો આગામી સોમવારથી સમગ્ર બરવાળા નગરમાં અચોક્કસ મુદ્દત બંધ પાળવા સહિતના ઉગ્ર આયોજનો કરવાની ચીમકી ઉચ્ચારી.
બરવાળા નગરપાલિકા વિસ્તારમાં ગત 7 મહિના પૂર્વે વેરામાં 100% વધારો કરાયો હતો તેમજ નવો 600 રૂપિયાનો ગટર વેરો વધારવામાં આવેલ હતો જેને લઈ બરવાળા નાગરિક સમિતિ દ્વારા વેરા વધારાનો વિરોધ કરાયો હતો અને સમગ્ર બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધ પાળ્યુ હતું ત્યારે બરવાળા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા સમજાવટ કરાઈ હતી જેમાં વેરા વધારો પરત લેવાનો લેવાનો ઠરાવ નગરપાલિકામાં થઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને જેમાં વેરા વધારો પરત લેવા તેમજ નવો લદાયેલ ગટર વેરો અને પાણી વેરો અડધો એટલે કે 600 ના બદલે 300 કરવા અંગે નાગરિક સમિતિ સાથે સમજૂતી થઈ હતી જે સમજૂતી ને 4 મહિના વિતવા છતાં કોઈ નિર્ણય ન આવતા બરવાળા શહેરના દરબાર ગઢ વિસ્તારમાં નગરપાલિકા કચેરી પરિસરમાં બરવાળા નાગરિક સમિતિ હોદ્દેદારો વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા આજરોજ તારીખ 2 માર્ચથી ધરણા શરૂ કરાયા હતા અને ચૂંટણી જાહેર થાય આચારસંહિતા લાગુ થાય તે પહેલાં તેઓની વેરા વધારો પરત ખેંચવા અંગેની માંગો સંતોષાય તેવી માંગણી કરાઈ હતી સાથે જ જો કોઈ પગલાં ન લેવામાં આવે તો બરવાળા શહેરમાં આગામી સોમવારથી ફરીવાર અચોક્કસ બંધ પાળવા સહિતના ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી બરવાળા નાગરિક સમિતિના પ્રમુખ અને કન્વીનર એ જણાવ્યું હતું કે બરવાળા નગરપાલિકા દ્વારા જે વેરા વધારો કરાયો છે તે પહેલેથી જ અન્ય નગરપાલિકાઓ કરતા વધારે હોવા છત્તાં પણ વેરામાં ડબલ વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં બરવાળા અચોક્કસ મુદત માટે બંધ રાખવાના નિર્ણય સાથે 4 મહિના પહેલા સંપૂર્ણ બરવાળા શહેર બંધ પાળી બંધમાં જોડાયું હતું, ત્યારબાદ બરવાળા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા વેરા વધારો પરત ખેંચવા માટેનો નગરપાલિકામાં ઠરાવ થઈ ગયેલ હોય તેમજ દરખાસ્ત મોકલી આપેલ છે જે દરખાસ્ત પરત આવતા અમે વેરા ઘટાડાનો અમલ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું, ત્રણ મહિનાનો સમય ઉપરાંત વધુ એક મહિનો એટલે ચાર મહિના વિતવા છતાં પણ મંજુર થઈ આવેલ ન હોય તો જ્યાં સુધી દરખાસ્ત મંજુર કરી નગરપાલિકા જાહેરમાં વેરા ઘટાડાની જાહેરાત ન કરે ત્યાં સુધી આ ધરણા આંદોલન યથાવત રાખીશું અને દિવસેને દિવસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી, મધ્યસ્થી બાદ જે 300 રૂપિયાનો ગટર વેરા વધારો કરાયો હતો તે અને રાબેતા મુજબનો 300 રૂપિયા પાણી વેરો નગરપાલિકાની આર્થીક સ્થિતિ ખરાબ હોવાથી તે અમોને સ્વીકાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું, તો 120 દિવસથી વેરા વધારો પરત ખેંચવા બાબતે કોઈ જાહેરાત ન કરી હોય તેમજ કોઈ નિર્ણય ન લેવાયો હોય ત્યારે આગામી સમયમાં લોકસભાની ચુંટણીઓ માટેની આચારસંહિતા લાગુ પડી જશે તો એ પહેલાં ઉકેલ લાવવાની માંગ સાથે જો ઉકેલ ન લવાય તો ધરણા બાદ ઉપવાસ આંદોલન સાથે બરવાળા નગર બંધ સહિતની ચીમકી ઉચ્ચારી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.