અધ્યાપકો - કર્મીઓ કોલેજ બહાર ક્યાં જાય છે ? મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધાશે. - At This Time

અધ્યાપકો – કર્મીઓ કોલેજ બહાર ક્યાં જાય છે ? મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધાશે.


એમ . એસ . યુનિ . ના કર્મચારીઓ માટે નવો આદેશ જારી કરાયો છે . કર્મચારીઓ કોઇ કામ અર્થે બહાર જાય તો તેમણે મુવમેન્ટ રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે . અધ્યાપકોને સવારે 10 થી સાંજે 6 સુધી હાજર રહેવાનો આદેશ પહેલા જ કરવામાં આવ્યો હતો . જેને પગલે વિવાદ થયો હતો . ત્યારે ફરી વિવાદના એંધાણ વર્તાઇ રહ્યા છે . સત્તાધીશો અધ્યાપકો - કર્મીઓ માટે નવા નવા આદેશો કરી રહ્યાં છે . જેથી અધ્યાપકો અને કર્મચારીઓમાં રોષ છે . કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી પહેલેથી જ ઓવર લોડેડ કર્મચારીઓ નવા આદેશોના પગલે આગામી સમયમાં નવું આંદોલન શરૂ કરે તેવી સ્થિતી છે . ફરજીયાત 8 કલાક હાજર રહેવાના આદેશ બાદ હવે મુવમેન્ટ રજિસ્ટરને મેઇન્ટેન કરવાનું રહેશે . કર્મચારીઓ તેમના ફરજ સમયે કોઇ કામે જાય તે લખવું પડશે . બેન્કમાં જાય કે ફેકલ્ટીના અન્ય કામ અર્થે જાય તેનું મુવમેન્ટ રજીસ્ટર મેઇન્ટેન કરવું પડશે . અધ્યાપકો સહિત બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ તેમની મુવમેન્ટ કયાં છે તેની નોંધ કરવી પડશે .મુવમેન્ટ રજીસ્ટર માટે દરેક ફેકલ્ટીના ડીન તથા કોલેજના પ્રીન્સીપાલ , હેડને પરિપત્ર થકી સૂચનાઓ અપાઇ છે . રજિસ્ટરમાં કર્મચારીનું નામ , હોદ્દો , ટાઇમ આઉટ , ટાઇમ ઇન , કર્મચારીની સહી , સેકશન હેડની સહી અને રીમાર્ક્સ લખવાની રહેશે . નવા આદેશના પગલે કર્મચારીઓમાં છૂપો રોષ છે . મુવમેન્ટ રજિસ્ટરના મુદ્દે યુનિવર્સિટીમાં વિવાદ છંછેડાય તેવી પૂરે પૂરી શકયતાઓ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon