નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ પોલીસ દ્રારા શાળા સમય દરમ્યાન સર્તક્તા રાખી બંદોબસ્ત ગોઠવે તેવી વાલીઓની માંગ
નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ બાળકો અપહરણ કરતાઓના હાથમાંથી છટકીને પ્રાથમિક શાળાએ પોહચીને શાળાના શિક્ષકને સમગ્ર હક્કીત જણાવતા શાળાના આચાર્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી જયારે નસવાડીમાં બાળકો ઉઠાવાની ગેંગ સક્રિય થતા વાલીઓમાં ભયનો માહોલ
નસવાડી તાલુકાના પાલસર ગામનો ધોરણ 8 માં ભણતો વિધાર્થી પિતા સાથે શાળાએ જવા માટે નસવાડી ખાતે આવ્યો હતો અને પિતા ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવાથી બાળકને નસવાડીના જકાતનાકા વિસ્તારમાં ઉતારાયો હતો બાળક શાળાએ જવા માટે પગપાળા ચાલતો હતો તે વખતે ફોર વ્હીલર ગાડીમાં ત્રણ જેટલા લોકો મોઢા ઉપર માસ બાંધીને બાળકનો હાથ પકડી લીધો હતો અને ગાડીમાં બાળકને ખેંચવાનો પ્રયાસ કરતા બાળક હિંમત દેખાવીને અપહરણ કરતાંઓનો હાથ છોડવીને ભાગ્યો હતો થોડી વાર બાદ રતનપૂર(ન) ગામનો બાળક આ જગ્યાની નજીકમાં પાણીની પરબ પાસે પાણી પીવા માટે ગયો હતો તે વખતે બીજી અપહરણ ટોળકી પાણી પિતા બાળકને ઉઠાવનો પ્રયાસ કર્યો તે સમયે ભરચક વિસ્તાર હોવાથી એક બાઈક ચાલક પાણીની પરબ પાસે બાઈક તે જ સમયે પોહચતા અપહરણ કરતી ટોળકીએ બાળકને છોડી મૂકીને પોલીસ સ્ટેશન રોડ ઉપર ગાડી લઈને ભાગી ગયા હતા બંનેવ બાળકો આદિવાસી સમાજના છે અને ખેડૂતના બાળકો છે જેને લઇ હિમ્મતવાન બાળકો હતા જેના લીધે અપહરણ કરનાર ટોળકીને માત આપી હતી સાથે આ વિધાર્થીઓ હિંમત કરીને શાળામાં પહોંચી શાળાના આચાર્યને સમગ્ર હક્કીત જણાવી હતી જેને લઇ શાળાના આચાર્ય લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે જયારે સમગ્ર ઘટનાની વાયુ વેગે આખા તાલુકામાં પસરી જતા વાલીઓમાં ભય ફેલાયો છે જયારે આવી ટોળકીને પકડવા માટે નસવાડી એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને તમામ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરવી જોઈએ શાળા દરમ્યાન પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવવાની વાલીઓ ની માંગ
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.