વાંઢીયા જૂથ ગ્રામ પંચાયત નાં સહયોગ થી, ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાહત દર નુ દવાખાનું- ડે કેર સેન્ટર નુ શુભ ઉદ્ઘાટન - At This Time

વાંઢીયા જૂથ ગ્રામ પંચાયત નાં સહયોગ થી, ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાહત દર નુ દવાખાનું- ડે કેર સેન્ટર નુ શુભ ઉદ્ઘાટન


વાંઢીયા જૂથ ગ્રામ પંચાયત નાં સહયોગ થી, ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાહત દર નુ દવાખાનું- ડે કેર સેન્ટર નુ શુભ ઉદઘાટન તા. 16/2/25 ને રવિવારે સવારે 9.30 વાગે સંત વેલજી ડાડા,મેકરણ દાદા -જંગી અખાડા મહંત સામંત બાપુ,રાજબાઇ મંદીર - નવા કટારીયા મહંત મુનિ બાપુ લાલગેબી આશ્રમ -મોડપર,મહંત કોટાવાળા બાપુ,શિવ મંદીર -ઘરાણા આશ્રમ અને ગ્રામ નાં અગ્રણીઓ, વાંઢીયા જાગીર પરિવાર,સરપંચ ક્ર્ષ્ણદેવસિંહ જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ની સરુવાત કરવામાં આવી.સંતો અને અગ્રણીઓ નુ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સરપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી કે વાંઢીયા જાગીર પરિવાર તરફ થી અંદાજિત 3 લાખ નો સામાન હોસ્પિટલ માં આપવામાં આવીયો હતો અને હોસ્પિટલ નુ સંચાલન ચિકિત્સા મંદીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ ની સેવાકીય વિસ્તૃત માહિતી ટ્રસ્ટી ડૉ.પંકજસિંહ ચાવડા દ્વવારા આપવામાં આવી હતી .ત્યાર બાદ સંતો હાથે હોસ્પિટલ ને ખુલી મુકવામાં આવી હતી અને ત્યાર બાદ સર્વ રોગ નિદાન કેમ્પ શરૂ કરવામાં આવિયો હતો જેમાં પંચકર્મ નિષ્ણાંત ડૉ.રોહિત આહીર , જનરલ રોગો માટૅ ડૉ.હિતેશ મૂછડિયા, ડૉ.નયન પરમાર અને દુઃખાવા અને અગ્નિકર્મ નિષ્ણાંત ડૉ.પંકજસિંહ ચાવડા, મળમાર્ગ નિષ્ણાંત નાં ડૉ.મયુર મનાણી અને સ્ત્રી રોગ નાં ડૉ.પાર્થ ભટ્ટ દ્વવારા સેવા આપવા મા આવી.આ કેમ્પ મા બ્લડ પ્રેસર, ડાયાબિટીસ , દરેક પ્રકાર નાં દુખાવા તથા જનરલ બધા રોગોની દરેક દર્દી ની સંપૂર્ણ તપાસ કરી સારવાર કરવામાં આવી અને દરેક દર્દીઓ ને મફત દવાઓ આપવામાં આવી. આ કેમ્પ માં 100 થી વધુ દર્દીઓ લાભ લીધો . આ કાર્યક્રમ નુ સંચાલન પ્રકાશભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું અને ગ્રામ પંચાયત સરપંચ અને ટ્રસ્ટી ભાવેશભાઈ ભટ્ટ ના માર્ગદર્શન મા સપૂર્ણ કાર્યક્રમ સફળ રહીયો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image