વિછીયા તાલુકાના મોટા માત્રા ગામની 16 વર્ષીય સગીરાનુ તા 27 ના રાત્રિના અપહરણ થયું હતું. ચોટીલાના લાખણકા ની વાડી ઑરડ માંથી બંનેના લટકતા મૃતદેહ મળ્યા
વિછીયા તાલુકાના મોટા માત્રાની 16 વર્ષીય સગીરાનુ ચોટીલા સાયલા ના કોટડા ગામના 21 વર્ષીય ચિરાગ લઘુભાઈ ધોરીયા નામના વ્યક્તિએ અપહરણ કર્યું હોય તેવું સામે આવ્યું હતું. સગીરાના પરિવાર દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ ને લઈને વિછીયા પોલીસ દ્વારા આરોપીની શોધ ખોળ કરવામાં આવી રહી હતી. ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાં બંનેની લટકતી લાશ મળી આવી હતી. તાત્કાલિક ઘટના સ્થળે ચોટીલા પોલીસ પહોંચી અને બંનેને નજીકના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ પીએમ માટે ખસેડ્યા હતા. ત્યારબાદ બંને મૃતકની ડેથ બોડીને રાજકોટ ફોરેન્સિક માટે લઈ જવામાં આવી હતી. આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.