ધ્રાંગધ્રા શહેરમા અજાણ્યા શખ્સો દ્વારા કેબીનમા આગ ચાંપીની ઘટના સામે આવી. - At This Time

ધ્રાંગધ્રા શહેરમા અજાણ્યા શખ્સો દ્વારા કેબીનમા આગ ચાંપીની ઘટના સામે આવી.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા ચુંટણી ટાણે જ અજંપા જેવી સ્થિતી સજાઁઇ છે જેમા રવીવારે રાત્રીના યે સોની તલાવડી વિસ્તાર ખાતે બાઇક ચલાવવા બાબતે ક્ષત્રિય યુવાનને મુસ્લીમ ટોળા દ્વારા ઘરમા ઘુસીને માર મારતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઁ થઇ હતી જે મામલે પોલીસે ફરીયાદ પણ નોંધી મહિલા સહિત કુલ ૯ જેટલા મુસ્લીમો વિરુધ્ધ કાયઁવાહી હાથ ધરી હતી જ્યારે હુમલામાં ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત ક્ષત્રિય યુવાનના પરીવારજનોને મળવા ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત હિન્દુ સંસ્થાના આગેવાનો પણ ગયા હતા. આ તરફ ચુંટણી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય હતો પરંતુ ક્ષત્રિય યુવાન પર હુમલામાં સંડોવાયેલ મોહશીનભાઇ નામના શખ્સની પાનની કેબીન શહેરના ઋતુરાજ સિનેમા સામે હોય જેઓની કેબીનમાં સોમવારે મોડી રાત્રે આગચંપી કરી હોવાની પણ ઘટના સામે આવી હતી. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રકારે કેબીનમા આગ લગાવી નુકશાન કરતા કેબીનમા પડેલો લગભગ મોટાભાગનો સામાન બળીને ખાખ થયો હતો. જ્યારે કેબીનમા આગ લાગવાનો ઘટના સામે આવતા પોલીસે બંદોબસ્ત વધારો કરી શહેરમા શાંતિનો માહોલ સ્થપાય તેવા પ્રયત્નો હાથ ધયાઁ હતા. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon