બાયડ શહેર-તાલુકા ભાજપ સંગઠનની કાર્યશાળા યોજવામા આવી - At This Time

બાયડ શહેર-તાલુકા ભાજપ સંગઠનની કાર્યશાળા યોજવામા આવી


ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત આગામી ૨ સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. જેની તૈયારીના ભાગરૂપે બાયડ શહેર- તાલુકા ભાજપ સંગઠનની કાર્યશાળા બાયડમાં યોજાઈ હતી. જેમાં સદસ્યતા અભિયાનના જિલ્લા ઈન્ચાર્જ ભરતસિંહ રહેવર તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા માર્ગદર્શન અપાયું હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ સોઢા પરમાર, બાયડ પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી, બાયડ તા.પં. પ્રમુખ પારૂલબેન પટેલ, બાયડ શહેર- તાલુકાના ભાજપના આગેવાનો- કાર્યકરો, જિલ્લા- તાલુકા સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.