સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલા તાલુકાના નવાગામે લીલા ગાંજાનુ વાવેતર ડ્રોન મારફતે ઝડપી પાડ્યું. - At This Time

સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલા તાલુકાના નવાગામે લીલા ગાંજાનુ વાવેતર ડ્રોન મારફતે ઝડપી પાડ્યું.


લીલાં ગાંજાના છોડ નંગ 5 વજન 1 કિલો 080 ગ્રામ કિ.રૂ.1,10,800 સાથે એક ઇસમને દબોચી લીધો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા સાહેબનાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવુતી નેસ્ત તાબુદ કરવા માટેની સુચના અને માગૅદશૅન આપેલ હોય જે અનુસંધાને એસઓજી પીઆઇ બી. એચ. શીંગરખીયાને બાતમી મળેલ કે માલાભાઇ વજાભાઇ ડાભી રહે, નવાગામ (બાવળીયા) તા. સાયલા સુરેન્દ્રનગરવાળો ધજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના નવાગામ (બાવળીયા) ગામની સીમમા પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૦૫ વજન ૧૧ કિલો ૦૮૦ ગ્રામ કિ.રૂ. ૦૧,૧૦,૮૦૦ સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે સદર રેઇડમાં ડ્રોનનો ઉપયોગ કરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.