ગેસ સિલિન્ડરમાં 50નો વધારો
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ ગુજરાત તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1058 રૂપિયા થઈ ગઈ છે.
14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની નવી કિંમતો 6 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. એટલે કે, જો તમે આજે તમારા માટે ગેસ સિલિન્ડર બુક કરાવો છો, તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચૂકવવા પડશે. 6 ઓક્ટોબરથી 21 માર્ચ સુધી એલપીજીના ભાવ સ્થિર હતા.
જો તમે આ વર્ષે દેશની ગુજરાતમાં એલપીજીના ભાવમાં થયેલા ફેરફારની વાત કરશો તો આંકડા જાણીને તમને આશ્ચર્ય થશે. આ વર્ષે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર, 6 ઓક્ટોબર, 2021 થી 21 માર્ચ, 2022 સુધી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર હતી.
ત્યારબાદ 22 માર્ચ 2022ના રોજ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને તેની કિંમત 904.50 રૂપિયાથી વધીને 954.50 રૂપિયા થઈ ગઈ. પરંતુ મોંઘવારી અહીં અટકી નહીં અને 7 મે, 2022ના રોજ ફરી એકવાર ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ ઘરેલુ ગેસના ભાવ રૂ. 954.50 થી વધીને રૂ.1004 થઇ ગયા છે.
7 મેના આ વધારાના થોડા દિવસો બાદ એટલે કે 19 મેના રોજ ફરી એકવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે સિલિન્ડર પર 3.50 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 1004 થી વધીને 1007.50 રૂપિયા થઈ ગઈ છે. અને પછી આજે એટલે કે 6 જુલાઈ 2022ના રોજ, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફરી એકવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત હવે 1058 રૂપિયા થઈ ગઈ છે.
જો કે, એક સપ્તાહમાં જ કોમર્શિયલ સિલિન્ડરમાં ફરી રાહત મળી છે. ઈન્ડિયન ઓઈલના લેટેસ્ટ અપડેટ મુજબ હવે તમારે સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડર પર 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજધાની દિલ્હીમાં હવે 14 કિલોના સિલિન્ડરની કિંમત 1003 રૂપિયાથી વધીને 1053 રૂૂપિયા થઈ ગઈ છે.
આ પહેલીવાર છે જ્યારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જ્યાં 1લી તારીખે કોમર્શિયલ સિલિન્ડર પર 198 રૂપિયા કાપવામાં આવ્યા હતા, આજે ફરીથી લગભગ 9 રૂૂપિયા કાપવામાં આવ્યા છે.
બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં આ ત્રીજો ઘટાડો છે. અગાઉ 1 જૂનથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા. ત્યારબાદ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પછી, 1 જુલાઈ, 2022 ના રોજ, તેમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં થોડો ઘટાડો થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.