ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની .રૂ.૧,૨૧,૩૪૮/- નો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ - At This Time

ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની .રૂ.૧,૨૧,૩૪૮/- નો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ


આજ રોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પી આઈ આર સી વસાવા અને તેમની ટીમ બપોરનાં સમયે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળેલ કે, ભોટનગર નવી વસાહતમાં રહેતા જયંતીભાઇ ઇશ્વરભાઇ વસાવાનાઓએ તેના ઘરમાં ભારતીય બનાવટનું ઇંગ્લીશ દારૂનું વેચાણ સારૂ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સદર ઘરે જયંતીભાઇ S/O ઇશ્વરભાઈ ગોમાભાઈ વસાવા ઉ.વ-૩૨ હાલ રહે. ભોટનગર નવીવસાહત તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે.ચમારીયા તા.વાલીયા જી.ભરૂચનાનો હાજર હોય સાથેનાં પંચોની હાજરીમાં રહેણાક ઘરમાં તપાસ કરતાં ઘરની અંદર એક પેટીપલંગમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૬૯૬ તથા વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧,૨૧,૩૪૮/-નાં મુદ્દામાલ સાથે પકડાઇ જતા પકડાયેલ આરોપી તથા સાથે જનાર તથા દારૂનો જથ્થો લેનાર આરોપી વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જેમાં ત્રણ વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરેલા છે ૧) વાસુદેવભાઇ મગનભાઇ વસાવા રહે.માલજીપરા તા.ઝઘડીયા જી.ભરૂચ

(૨) રોહીતભાઇ ઉર્ફે અજય વસાવા રહે.ગુંડેચા તા.ઝઘડીયા જી.ભરૂચ

(૩) રોશનભાઇ વસાવા રહે કપાટ તા.ઝઘડીયા


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image