બોટાદમાં માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી ડિસેમ્બર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજાયો
(અજય ચૌહાણ)
માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે 1 ડિસેમ્બરના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ - બોટાદમાં યોજાયું હતું. જે અંતર્ગત 'સમણાં' પુસ્તકનો પરિચય વક્તા: પ્રિયંકાબહેન ગોહેલે આપ્યો હતો. જેમાં ડૉ. વિપુલ કાલિયાણિયા, ડૉ. ભરતભાઈ મકવાણા, લાલજીભાઈ પારેખ, ચાંદની રોજેસરા, પ્રિયંકા ગોહેલ, કુલદીપ ધાધલ વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબના કાર્યવાહક કુલદીપ વસાણી, બટુક રવૈયા, કુલદીપ ખાચર, રાજેશ શાહ, પારસ જી. ઓગાણિયા અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગ્રૂપના બાળકો પરમાર માનવ, બોળિયા રાહુલ, પરમાર મયુર, મેર માધવ, જોગરાણ દર્શન દ્વારા સંભાળવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.