વિરપુર નગરમાં આજે ફરી ખાણીપીણી, કરીયાણાના વેપારીઓને ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સે દરોડા પાડ્યા હતા.. - At This Time

વિરપુર નગરમાં આજે ફરી ખાણીપીણી, કરીયાણાના વેપારીઓને ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સે દરોડા પાડ્યા હતા..


ચોમાસામાં રોગચાળાનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં ઠંડા પીણા અને અખાદ્ય પદાર્થોનું સેવન થાય તો નાગરિકો બિમારીમાં સપડાઈ જાય છે. આ પરિસ્થિતિ ટાળવા આજે વિરપુરમા ૧૨ ખાણીપીણી સહિતના કરીયાણાની દુકાનો પર દરોડા પાડી સપાટો બોલાવ્યો છે ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર નગરમાં એકજ માસમાં બીજીવાર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે વિરપુર નગરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ એટલે કે મોબાઈલ ટેસ્ટિંગ વેન દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું .જેમાં ખાસ તો કરીયાણાની દુકાનો,ફરસાણ,નાસ્તાની દુકાનો વગેરેમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા નાસ્તાની દુકાનોમાં વપરાયેલા તેલ, તેમજ કરીયાણાની દુકાનો પર વેચાતા મરચું હળદર જેવા મસાલાઓનુ,અને મીઠાઇમા વપરાતા માવાનુ વગેરેના નમૂના લઇ ચેકિંગ કર્યું હતું આ ટેસ્ટિંગ વેનમાં બે કે ત્રણ મિનિટમાં સેમ્પલ નું રીઝલ્ટ જાણી શકાય છે ચેકીંગ દરમ્યાન તેમાં કોઈ ક્ષતિ જણાઈ આવી નથી અને કોઈ નમૂનામાં ક્ષતિ જણાઈ આવશે તો દુકાન સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું વિભાગ દ્વારા જણાવ્યું હતુ જોકે વિરપુર નગરમાં અગાઉ પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેરીના કોલાઓ પર ચેકીંગ કર્યું હતું ત્યારે એકજ માસમાં બીજીવાર ફરસાણ અને કરીયાણાની દુકાનો ચેકીંગ હાથ ધરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.