મોટા ખુંટવડા અને બોરડી ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓને અકસ્માત સર્જાવાનો ભય. - At This Time

મોટા ખુંટવડા અને બોરડી ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓને અકસ્માત સર્જાવાનો ભય.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા થી બોરડી ગામને જોડતો રોડ જીવાદોરી સમાન છે આવા બિસ્માર રોડ અને ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે અવારનવાર દુર્ઘટના સર્જાવાનો રાહદારીઓને ભય સતાવી રહ્યો છે આ બિસ્માર રોડની ખરાબ હાલત હોવાથી અવાર નવાર રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને રોડની એટલી હાલત ખરાબ છે કે લોકોને રોડ પર વાહન કેમ ચલાવવું તે પણ મુસાફરો ને મુશ્કેલ છે આ રોડ પરથી પશુ પાલકો, વિધાર્થીઓ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તેમજ આરોગ્ય સારવાર અર્થે આવતા તમામ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ બાબતે આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image