ફૂલોના ભાવ 150 % વધ્યા , ગુલાબ રૂા . 400 તો જૂઈ રૂા . 2200 માં કિલો. - At This Time

ફૂલોના ભાવ 150 % વધ્યા , ગુલાબ રૂા . 400 તો જૂઈ રૂા . 2200 માં કિલો.


ગણેશોત્સવમાં ફૂલોના ભાવમાં સામાન્ય દિવસો કરતાં 150 ટકાનો વધારો થતાં લોકોને ભગવાનને ફૂલ ચડાવવાનું મોંઘું પડી રહ્યું છે . હારને બદલે માત્ર પુષ્પ અર્પણ કરી સંતોષ માનવો પડે છે . માંડવી ખાતે ફૂલોનો વ્યવસાય કરતા દીપક માળીએ જણાવ્યું કે , ગણપતિ ઉત્સવ અગાઉ ગુલાબનો ભાવ કિલોના 150 રૂપિયા હતો , જે અત્યારે વધીને રૂા . 400 થયો છે . સૌથી વધુ ભાવ વધારો જૂઈમાં જોવા મળે છે . જૂઈનો ભાવ વધીને કિલોના રૂા . 2200 થતાં કેટલાય નાના વેપારીઓ જૂઇને બદલે પીળા ગલગોટાનું વેચાણ કરવા મજબૂર બન્યા છે . સામાન્ય રીતે ગણેશોત્સવમાં રૂા . 15 થી 20 લાખનો ફૂલનો વ્યવસાય થતો હોય છે . 1500 કિલો ફૂલની એક ટ્રક ભરાય છે . આવી રોજ 40 ટ્રક આવે છે . ગુલાબ નારેશ્વરથી આવે છે , જ્યારે અન્ય ફૂલો પૂના , રતલામ અને મુંબઈથી આવતાં હોય છે . આ ભાવ વધારો શ્રાદ્ધકાળ પછી નવરાત્રીમાં પણ જોવા મળશે . આ ભાવ વધારો લગ્ન સિઝનમાં આકરો પડશે ગણપતિમાં વધેલો ભાવ નવરાત્રી અને પછી લગ્ન સિઝન માટે આકરો સાબિત થશે . અત્યારે મંડળો પૈસા ઉઘરાવી ખર્ચ કરતા હોય છે , તેથી અસહ્ય ન થાય . જોકે લગ્ન સિઝનનું બજેટ ડેકોરેશનમાં ખૂબ જ ઊંચું જશે . - સુનિલ માળી , ફૂલના વેપારી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.