મોડાસા ખાતે સાંઈ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ વર્ષ 19 નું ભવ્ય આયોજન.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ ઓધારી માતાજીના મંદિરે સાઈ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ સતત 19 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. સતત 10 દિવસ સુધી જુદા જુદા અવનવા સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. આજે છઠ્ઠા દિવસે સાઈ ગ્રુપ દ્વારા મોડાસાની ધર્મ પ્રેમી પ્રજા માટે બાબા અમરનાથ બરફના બનાવવામાં આવ્યા હતા સાથે સાથે શેષનાગ તળાવ,ભુત બંગલો વગેરે જોવાલાયક આકર્ષણો ઊભા કર્યા હતા. આ આકર્ષણ જોવા માટે મોડાસાની જનતા ખૂબ જ મોટા પ્રમાણમાં આવી પહોંચી હતી અને આ વિવિઘ આકર્ષણો નિહાળી અંતે ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે નાના બાળકો માટે ડાન્સ સ્પર્ધાનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.