ઉનાળામાં રાજુલા શહેર માટે પાણીના પ્રશ્ન બાબતે પાણી બતાવતા કાર્યકરો
આજરોજ રાજુલા ખાતે પાણી પુરવઠા તેમજ નગરપાલિકા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ રાજુલાના શહેરીજનોને અને તેમજ ગ્રામ્ય વિસ્તારોને કોઈપણ જાતની પાણીની તકલીફ ના પડે અને નિયમિત પાણી મળી રહે તે દિશામાં યોગ્ય આયોજન કર્યું હતું. નગરપાલિકા પદાધિકારીઓ અધિકારીઓને સફાઈ તેમજ પાણી પ્રશ્ને ગંભીરતા દાખવી કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.
આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રવુભાઈ ખુમાણ, રાજુલા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ શ્રી મયુરભાઈ દવે, અધિકારી શ્રીઓ ભૌતિકભાઈ ધામેચા, હિતેશભાઈ કાતરીયા, પ્રભાતભાઈ જોશી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
