ધ્રાંગધ્રામા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આવતી કાલે જાહેર સભા. - At This Time

ધ્રાંગધ્રામા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આવતી કાલે જાહેર સભા.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર કાંટાની ટક્કર જેવો માહોલ ઘડાયો છે જેમા પાટીદાર સમાજના બે ઉમેદવાર તથા ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. ચુંટણીની તારીખો નજીક આવતા ત્રણેય પક્ષો ના ઉણેદવારો પોત પોતાનુ શક્તિ પ્રદઁશન દશાઁવી રહ્યા છે ત્યારે આવતી કાલે ૨૬ નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોરના સમઁથનમા કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સભા ગજવશે. શહેરના ચરમાળીયા દાદાના ગ્રાઉન્ડ ખાતે જગદીશભાઇ ઠાકોરની સભાનું આયોજન હાથ ધરાયુ છે. ઉલ્લેખનીય છે કે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભામાં ઠાકોર સમાજના મતદાન પ્રભુત્વ રહેલુ છે અને ભાજપમાથી જીલ્લા પંચાયતની સીટના સદશ્ય છત્રસિંહ ઠાકોરને ભાજપને રામ-રામ કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની જાહેર સભાનુ આયોજન કરી ઠાકોર સમાજના મત અંકે કરવાની રાજકીય સ્ટેટઁજી અપનાવી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon