વેરાવળ સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ - At This Time

વેરાવળ સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ


વેરાવળ સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
--------------
આપત્તીના સમયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવ અંગે માર્ગદર્શન અપાયું
--------------
ગીર સોમનાથ,તા.૦૯: જિલ્લા વહિવટી તંત્ર અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા સરકારી બોય્ઝ હાઈસ્કૂલ, વેરાવળ ખાતે એક દિવસીય ડિઝાસ્ટર તાલીમ અન્વયે ઈમરજન્સી અને સેફટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ હતી. જેમાં ધોરણ-૦૯ થી ૧૨નાં ૩૦૦ વિદ્યાર્થીઓ અને ર૦ શિક્ષકોને આપત્તીના સમયમાં બચાવ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.

વારંવાર પૂર, વાવાઝોડું, ભૂકંપ, તેમજ ઔદ્યોગિક આફતોની માનવસર્જિત તેમજ કુદરતી આપત્તીની પરિસ્થિતિમાં આપદા પહેલા અને આપદા દરમિયાન તેમજ આપત્તી પછી શું-શું કરવું જોઈએ જેની વિગતવાર સમજ અને તાલિમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં આપત્તીના સમયે વ્યકિતગત બચાવ, સામૂહિક બચાવ, પારિવારીક બચાવ કઈ રીતે કરવો વગેરે જેવી બાબતો શીખવાડવામાં આવી હતી. આ તાલીમમાં તમામ બાળકોને બપોરનું સ્વાદિષ્ટ ભોજન અને કાર્યક્રમના અંતે તમામ બાળકો/સ્ટાફને પેન, પેડ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી.

આ તાલીમમાં વેરાવળ ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયરનું મોક સેશન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને આગના પ્રકારો, આગ કેવી રીતે લાગે, આગનું શમન કેવી રીતે કરવું તે અંગેની પ્રેકટીકલ સમજ આપવામાં આવી હતી.

આ તાલીમમાં સરકારી બોય્ઝ હાઈસ્કુલના આચાર્ય શ્રી વી.બી.ખાંભલા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ શ્રી વાય.બી.ચાવડા, સંકલનકર્તા શ્રી અલ્પેશભાઈ કનોડીયા, માસ્ટર ટ્રેઈનર શ્રી દિનેશ વિરડીયા, શ્રી નિકુંજભાઈ, વિરલભાઈ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી.
00 000 0000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.