પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, બોટાદમાં બાલ સંસદની ચૂંટણી યોજાઈ.
પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, બોટાદમાં બાલ સંસદની ચૂંટણી યોજાઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, હનુમાન ગેઈટ બોટાદ માં બાળ સંસદની ચૂંટણી યોજાઈ . ચૂંટણી પ્રક્રિયામાં બાળકોને મતદાન,મતદાર સ્લીપ, બેલેટ પેપર,મત પેટી, મત કુટીર, આંગળી પર નિશાન જેવી તમામ ચૂંટણી મતદાન પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવેલ. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પહેલા નિલેશભાઈ રાજા દ્વારા તેની વિસ્તૃત સમજ આપવામાં આવેલ, ત્યારબાદ મત ગણતરી ની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પરમાર સાક્ષી મુકુંદભાઈ સૌથી વધુ વોટ મેળવી શાળાના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામા આવેલ. ચાવડા મયુરી અને રામોલિયા વેદ ઉપમુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ની સમગ્ર કામગીરી ધર્મેન્દ્રભાઈ ખાચર અને બીનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા.તમામ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ચૂંટણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પેંડા દ્વારા મીઠું નો કરાવીને શુભેચ્છા શાળા પરિવાર દ્વારા આપવામાં આવેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ ના ચેરમેન પ્રતિકભાઇ વડોદરિયા અને શાળા પ્રભારી દલસુખભાઈ અમદાવાદી દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ
Report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.