રાજકોટમાં યુવાને એક હાથમાં મોબાઈલ અને બીજા હાથથી સળગતી લાકડી લઈ અડધો કલાકમાં શિવાજી મહારાજનું 6x6 ફૂટનું ચિત્ર દોર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/14vbq7lpnshbmhtc/" left="-10"]

રાજકોટમાં યુવાને એક હાથમાં મોબાઈલ અને બીજા હાથથી સળગતી લાકડી લઈ અડધો કલાકમાં શિવાજી મહારાજનું 6×6 ફૂટનું ચિત્ર દોર્યું


કેટલાક લોકો જન્મથી જ કલાકાર હોય છે. જ્યારે કલામાં રસ ધરાવતા કેટલાક લોકો કલાની યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મેળવીને કલાકાર બનતા હોય છે. અવનવા વિચારો સાથે અવનવી રીતે ચિત્રો દોરવા પણ એક ચિત્રકલા છે અને તેને ચિત્ર પ્રત્યેનો એક લગાવ પણ કહી શકાય. પેન, પેન્સિલ, અને કલરથી ચિત્રો દોરતા ચિત્રકાર તો દરેક લોકોએ જોયા જ હશે. પરંતુ ફાયર એટલે કે આગથી ચિત્રો દોરતા ફાયર આર્ટને કદી નિહાળ્યું નહીં હોય, પણ રાજકોટના એક યુવાને તાજેતરમાં ફાયર આર્ટ વડે છત્રપતિ શિવાજી મહારાજનું 6 બાય 6 ફૂટનું ચિત્ર માત્ર અડધો કલાકમાં તૈયાર કર્યું હતું. આ કલાકારીને જોઈ તમારા મોઢામાંથી પણ વાહ શબ્દ જરૂર નીકળી જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]