માધવપુરનાં દરિયા કિનારેથી વધુ ૧૪ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં

માધવપુરનાં દરિયા કિનારેથી વધુ ૧૪ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં


સૌરાષ્ટ્રનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઇ છે. સોરઠનાં દરિયા કિનારા બાદ પોરબંદરનાં દરિયા કિનારેથી પણ નશીલા પદાર્થનાં પેકેટ મળી આવવાની ઘટનાં સામે આવી છે. છેલ્લા પાંચ દિવસમાં પોરબંદર પોલીસને નશીલા પદાર્થનાં કુલ ૩૫ પેકેટ મળી આવ્યાં છે.સૌરાષ્ટ્રનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઇ છે. સોરઠનાં દરિયા કિનારા બાદ પોરબંદરનાં દરિયા કિનારેથી પણ નશીલા પદાર્થનાં પેકેટ મળી આવવાની ઘટનાં સામે આવી છે. છેલ્લા પાંચ દિવસમાં પોરબંદર પોલીસને નશીલા પદાર્થનાં કુલ ૩૫ પેકેટ મળી આવ્યાં છે. નશાનો કારો કારોબાર કરના શખ્સોએ હવે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાને પણ અભડાવ્યો છે. માંગરોળ અને સોરઠનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવ્યાં હતાં. આજ દરમિયાન પોરબંદર પોલીસને પણ ગોરસર લેન્ડીંગ પોઇન્ટ પાસેથી પ્રથમ ૨૧ જેટલા  પેકેટ મળી આવ્યાં હતાં. તેનું પરીક્ષણ કરાવતાં આ પેકેટમાં હસીસ નામનો નશીલો પદાર્થ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે માધવપુર પોલીસ સ્ટેશનમાં અજાણયા શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર પોલીસને માધવપુર નજીકથી વધુ ૧૪ જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હોવાનું જાણવા મળી રહયું છે. સતાવાર રીતે પોલીસે આ અંગે કોઇ વિગતો આપી નથી. પરંતુ પોરબંદરનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યાનો સીલસીલો યથાવત રહેતા પોરબંદર પોલીસની ઉંઘ ઉડી ગઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »