બિહારમાં નવી મહાગઠબંધન સરકારમાં જેડીયુ-રાજદના ૧૪-૧૪ મંત્રી
પટણા, તા.૯બિહારમાં મોટા રાજકીય ઉલટફેર પછી નીતિશ કુમાર બુધવારે મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે રાજદ પ્રમુખ તેજસ્વી યાદવ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવી સરકારમાં ૩૫ મંત્રીઓનું મજબૂત મંત્રીમંડળ જોવા મળી શકે છે, જેમાં જેડીયુ અને રાજદના ખાતામાં ૧૪-૧૪ મંત્રાલય હશે. સાત પક્ષોની નવી સરકારમાં કોંગ્રેસને ત્રણ અને ડાબેરીઓને બે મંત્રાલય આપવામાં આવે તેવી શક્યતા છે. જિતન રામ માંઝીના પક્ષમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી મંત્રીમંડળ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નીતિશ કુમારે મંત્રાલયની વહેંચણી અંગે મહાગઠબંધનના બધા જ સહયોગીઓ સાથે ચર્ચા શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.