ઉ. પ્રદેશમાં બસપા નેતા હાજી યાકૂબની 100 કરોડની સંપત્તિ જપ્ત - At This Time

ઉ. પ્રદેશમાં બસપા નેતા હાજી યાકૂબની 100 કરોડની સંપત્તિ જપ્ત


- ફેકટરીમાં ગેરકાયદે માંસના વેચાણનો આરોપ - હાજી યાકૂબ અને બન્ને ફરાર પુત્રો કોર્ટમાં હાજર ન થતા મેરઠ પોલીસની કાર્યવાહી મેરઠ : બસપાના કદ્દાવર નેતા અને પૂર્વ મંત્રી હાજી યાકૂબ કુરૈશીની આશરે ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને ઉત્તર પ્રદેશની મેરઠ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. હાલ ખરખોદા વિસ્તારના એક કેસમાં યાકૂબ અને તેના બન્ને પુત્રો ફરાર છે. કોર્ટનો આદેશ છતા હાજર નહોતા રહ્યા જેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ખરખોદાના અલીપુરમાં યાકૂબના પુત્રની મિટની એક ફેકટરી આવેલી છે.  આ ફેકટરી પર આ વર્ષે માર્ચ મહિનામાં મેરઠ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફેકટરીમાં ગેરકાયદે માંસનું પેકિંગ થઇ રહ્યું છે. આ કેસમાં સપાના નેતા હાજી યાકુબ કુરૈશી, તેમના બન્ને પુત્રો અને પત્ની સંજીદા બેગમ સહિત ૧૭ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં હાલ યાકુબ અને તેમના બન્ને પુત્રો ફરાર છે. જ્યારે તેમના પત્નીને જામીન પર છોડવામાં આવ્યા હતા. બુધવારે પોલીસ પ્રશાસનની ટીમે કુરૈશીની ફેકટરી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આશરે ૧૦૦ કરોડની આ સંપત્તિને પોલીસે જપ્ત કરી લીધી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.