સંતરામપુરની હર્ષિકા વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેશે
સંતરામપુર : સંતરામપુરની ધોરણ
૧૦ ની વિદ્યાર્થીની નું પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫માં સિલેક્શન થતાં મહીસાગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ શ્રી મુરલીધર વિદ્યાલય માં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હર્ષિકા નયનભાઈ ડામોરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા
નું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૫ ના કાર્યક્રમમાં ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી કુલ ચાર વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે મોકલવામાં આવતા ચાર પૈકી એક વિદ્યાર્થી સંતરામપુર તાલુકાના હોવાથી વિદ્યાર્થીની હર્ષિકા એ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
સર્જિત ડામોર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
