સસરાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતાં જમાઈ પર સાળા અને સાઢુભાઈના પરીવારનો હુમલો
મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પરીવાર સાથે બેસેલા પરેશભાઇ સરધારાને કારમાં ઘસી આવેલા સાળા અને સાઢુભાઈના પરીવારે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ તેમના પત્ની અને ભાઈ-ભાભીને પણ મારમારતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં પરેશભાઇ દામજીભાઈ સરધારા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયસુખ ગીરધર સિતપરા, તેની પત્ની શોભાબેન, તેનો દિકરો જીત અને કિશોર ઉર્ફે લાલો પરસોતમ લીંબસીયાનું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.22 ના રાત્રીના દશેક વાગ્યે તેઓ તેના મોટાભાઇ ગોપાલભાઇ, ભાભી પારૂલબેન, પત્ની રેખાબેન સાથે ઘર પાસે શેરીમા બેઠા હતા ત્યારે તેમના સસરા પરશોતમભાઇ લીંબાસીયાને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પીટલમા સારવાર લેવાનુ કહેલ તેમજ સાઢુ ભાઈ જયસુખ વિસપરા સાળો કિશોર ઉર્ફે લાલો લીંબાસીયા બન્ને સરકારી હોસ્પીટલમાં લઇ જવા માટે કહેલ હોય.
જે બાબતે અગાઉ માથાકુટ થયેલ હતી અને તેમનો સાળો કિશોર ફરિયાદીના ભાઈ અને પત્નીને ફોનમાં ગાળો આપી હતી. જેથી તેઓને ઘરે બોલાવતા સાળો કિશોર, સાઢુભાઈ જયસુખ, તેના પત્ની શોભાબેન તથા તેનો દીકરો જીત કારમાં ઘસી આવી તેઓ ઘર પાસે બેઠા હોય ત્યારે બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ હતાં.
દરમિયાન તેમના સાઢુભાઇનો દીકરો જીત કારમાથી લાકડી કાઢી હુમલો કરી દેતાં શરીરે ઈજા પહોંચી હતી. તેમજ સાઢુ ભાઈ અને સાળાએ ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો. ઉપરાંત તેમની પત્ની રેખાબેન અને ભાભી પારૂલબેન સાથે સાઢુભાઈના પત્ની શોભાબેને ઢીકાપાટુનો મારમારી જપાજપી કરી હતી. દરમિયાન આજુબાજુમા રહેતા લોકો ભેગા થતાં આરોપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓ અને તેમના પત્ની અને ભાઈ-ભાભીને સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.