કેશોદ મતવિસ્તારમાં વિશ્ર્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજયો - At This Time

કેશોદ મતવિસ્તારમાં વિશ્ર્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજયો


  

રાજ્ય સરકાર દ્વારા કેશોદ પ્રાંત કચેરી હેઠળના વિસ્તારોમાં રૂપિયા ૨.૧૫ લાખનાં ખર્ચે કુલ ૧૦૬ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું

જુનાગઢ જિલ્લાના કેશોદમાં પાનદેવ પટેલ સમાજ ખાતે પશુપાલન વિભાગના રાજ્યમંત્રી શ્રીદેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦૬ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેશોદ ખાતે યોજાયેલા વિશ્ર્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતા મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત સતાધારી પક્ષના હોદ્દેદારો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું

સરકાર દ્વારા હજું પણ વધુ રકમ ફાળવવામાં આવશે અને વિકાસ યાત્રા છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે કેશોદ ખાતે યોજાયેલા વિશ્ર્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમનાં હસ્તે કેશોદ પ્રાંત કચેરી હેઠળના વિસ્તારોમાં રૂપિયા ૨.૧૫ લાખનાં ખર્ચે કુલ ૧૦૬ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિશ્ર્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ માં અધ્યક્ષ દેવાભાઈ માલમ દ્વારા રાજ્ય સરકારનાં કામોથી થયેલાં વિકાસના કામો જણાવ્યાં હતાં અને ઉપસ્થિત નગરજનોને વિકાસ યાત્રા માં જોડાવા અપીલ કરી હતી આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી માંગરોળ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક ડૉ ભુપેન્દ્રભાઈ જોષી એ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon