રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક 3 માળ સળગી ઉઠ્યા, બે કલાકે કાબુ, ફર્નિચરનો સમાન રાખ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0xgvvkgnyoh2ojnx/" left="-10"]

રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક 3 માળ સળગી ઉઠ્યા, બે કલાકે કાબુ, ફર્નિચરનો સમાન રાખ


રાજકોટ શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક 3 માળ સળગી ઉઠ્યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ફાઇટર સાથે દોડી ગયો હતો. અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. નોંધનીય છે કે બિલ્ડિંગના 11માં માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. જે બાદ 12 અને 13માં માળે આગ ભભૂકી હતી. જ્યાં આગ લાગી તે ફ્લેટમાં ફર્નિચરકામ થયું હોય તેનો વેસ્ટ લાકડાંનો જથ્થો પડ્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. જોકે, બિલ્ડીંગ હજુ તૈયાર જ થઇ રહ્યું હોય કોઇ જાનહાનિ થઇ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]