મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં મુનપુર ખાતે આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં મુનપુર ખાતે આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.


ભારતમાં ૫ (પાંચ)સપ્ટેમ્બર નાં રોજ મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નાં જન્મ દિવસ ને દર વર્ષે " રાષ્ટ્રીય શિક્ષક દિન" તરીકે ઊજવણી કરવામાં આવે છે.
તેના ભાગરૂપે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં મુનપુર ખાતે આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હું શિક્ષકને ફક્ત 'વિદ્યાર્થીઓને ભણાવવાવાળો વ્યક્તિ' તરીકે જોતો નથી. 'શિક્ષક' શબ્દને સમજવો અને સમજાવવો એ કોઈ રીત નથી પરંતુ 'શિક્ષક' એ એક અનુભવવાની વાત છે. 'શિક્ષક' એ કોઈ વ્યક્તિત્વ નથી પરંતુ 'શિક્ષક' એ એક અસ્તિત્વ છે, જીવન જીવવાની રીત છે. 'શિક્ષક'નું અસ્તિત્વ એટલે ચારિત્ર્યનું અસ્તિત્વ, સમાજનું અસ્તિત્વ, રાષ્ટ્રનું અસ્તિત્વ. 'શિક્ષક' એ રાષ્ટ્રની ધરોહર છે, સાચી સંપત્તિ છે. એને સાચવવી એ સમાજની અને રાષ્ટ્રની નૈતિક ફરજ છે. જો 'શિક્ષક'નું અધ:પતન થયું તો સમાજ અને રાષ્ટ્રનું પણ અધઃપતન નિશ્ચિત જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
એટલે જ કેટલાક મહાપુરુષોએ શિક્ષકો વિશે કહ્યું કે,

"શિક્ષકનું સન્માન એ અસ્મિતાનું અને સંસ્કૃતિનું સન્માન છે."

"જો શિક્ષકોનો પક્ષ હારી બેસશે તો જગતની સંસ્કૃતિ નામશેષ થઈ જશે."

"શિક્ષક ક્રાંતિવીર છે, તે વિદ્યાર્થીરૂપી માધ્યમ દ્વારા સમાજ અને રાષ્ટ્રનું નવઘડતર કરી શકે છે."

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.