અન્યાય બંધ કરો. દામનગર તાલુકા માટે અંતિમ શ્વાસ સુધી લડત આપનાર સ્વ રતિબાપુ અજમેરા ના અવસાન ના વર્ષો બાદ ફરી માંગ ઉઠી ૬૩ વર્ષ પહેલાં દામનગર માટે થાળી નાં વાટકા કરી જનાર નેતા ઓને ઓળખો હવે તો જાગો - At This Time

અન્યાય બંધ કરો. દામનગર તાલુકા માટે અંતિમ શ્વાસ સુધી લડત આપનાર સ્વ રતિબાપુ અજમેરા ના અવસાન ના વર્ષો બાદ ફરી માંગ ઉઠી ૬૩ વર્ષ પહેલાં દામનગર માટે થાળી નાં વાટકા કરી જનાર નેતા ઓને ઓળખો હવે તો જાગો


દામનગર શહેર સ્વરાજ પહેલા પ્રજા વત્સલ્ય રાજવી શિક્ષણ પ્રેમી શ્રીમંત સરકાર ગાયકવાડ નો  મહાલ તાલુકો હતો સ્વરાજ પછી બહુદ રાજ્ય મહારાષ્ટ્ર માંથી સને ૧૯૬૧ માં જુદું પડ્યું અને જિલ્લા ની પુનઃ રચના માટે દામનગર તાલુકા નો ભોગ લેવાયો દામનગર તાલુકા પરત મેળવવા જીવન નાં છેલ્લા શ્વાસ સુધી લડત કરનાર પૂજ્ય સ્વ રતીબાપુ અજમેરા ના અવસાન ના વર્ષો બાદ ફરી તાલુકા ની માંગ ઉઠી  રહી છે દામનગર તાલુકો પરત મેળવવા પૂજ્ય રતીબાપુ અજમેરા ની અંતિમ શ્વાસ સુધી ની લડત થી લાઠી દામનગર તાલુકા નું ગાજર આપ્યું પણ માત્ર રાજી રાખવા લાઠી દામનગર તાલુકો ક્યાં બોલાય છે ? અને લાઠી દામનગર વચ્ચે તાલુકા સ્તર ની સુવિધા પણ ક્યાં અપાય છે ? દામનગર ને રાજકીય નેતા ઓએ પદ માટે કાયમ સગવડ્યું ધરઘણું કરતા આવ્યા પહેલા લાઠી દામનગર પછી લાઠી લીલીયા દામનગર અને અત્યારે લાઠી બાબરા દામનગર એમ બોલાય છે બાબરા તાલુકા મામલતદાર કચેરી છે લાઠી માં પણ તાલુકા મામલતદારકચેરી છે અને દામનગર માં નાયબ મામલતદાર કચેરી પણ નથી લીલીયા સાથે દામનગર ૮૮ ગામો હતા ત્યારે લીલીયા તાલુકા મામલતદાર કચેરી છે લાઠી દામનગર ના બાવન ગામો અને બાબરા લાઠી દામનગર મળી ૧૧૧ ગામો વચ્ચે બાબરા અને લાઠી બંને શહેરો માં તાલુકા મામલતદાર કચેરી ઓ છે પણ દામનગર ના ૩૦ થી વધુ ગ્રામ્ય ની જનતા વર્ષો થી તાલુકા માટે લબડી રહી છે ત્યારે હવે તો ગારીયાધાર ના ભંમરિયા માંડવી ગઢડા સ્વામી ના વિકળિયા ઉમરડા નાના મોટા અને અસંખ્ય ગામો દામનગર સાથે અનેક રીતે સરળતા થી જોડાયેલ છે દામનગર ને વહેલી તકે તાલુકો મળે તે માટે આ પાંચ ગામો સિવાય છભાડીયા ભીંગરાડ પ્રતાપગઢ આસોદર હાવતડ ઈગોરાળા પાડરશીંગા શાખપુર નાના રાજકોટ હજીરાધાર ધામેલ ગામ અને પરા મેથળી દહીંથરા આંબરડી નવાગામ મેમદા ધ્રુફણીયા પીપળવા ભુરખિયા રાભડા ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ કાચરડી અને લીલીયા તાલુકા ના કણકોટ પાંચ તલાવડા એકલારા હરિપર એમ મળી ૪૦ ગ્રામ્ય નો રોજિંદો વહેવાર અને અવરજવર દામનગર સાથે હોય ૪૦ થી ૪૫ ગામ અને દામનગર મળી કેટલો મોટો વિસ્તાર થાય છે તેમ છતાં દામનગર ને સતત અન્યાય કેમ ? રજવાડા વખત ના દામનગર તાલુકા ને સ્વરાજ  લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર માં લાભ કરતા વધુ નુકશાન વેઠવ્યું છે દામનગર ને વહેલી તકે તાલુકો મળે તે માટે દામનગર શહેર ની અને અસંખ્ય ગ્રામ્ય ની જનતા આક્રમક રીતે તાલુકા ની બુલંદ માંગ માટે સંકલન ની મીટીંગો અને ચર્ચા ઓ થઈ રહી છે ત્યારે સાંસદ શ્રી અમરેલી અને ધારાસભ્ય સહિત રાજ્ય ના મુખ્ય મંત્રી સુધી પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ રજુઆત કરાશે દામનગર  તાલુકો ગયા ને ૬૩ વર્ષ થયા રાજકીય નેતા ઓએ પોતા ની લીટી લાંબી કરવા થાળી નાં વાટકા દામનગર માટે કર્યા હવે તો જાગો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.