( કેન્દ્રમાં ધોરણ ૧૦ - ૧૨ માં સ્થાન પામનાર વિધાર્થીઓને ખાસ સન્માનિત કરાયા ) " ડભોઇ શ્રીમાળી સોની સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0wjv1hbu4dknwyja/" left="-10"]

( કેન્દ્રમાં ધોરણ ૧૦ – ૧૨ માં સ્થાન પામનાર વિધાર્થીઓને ખાસ સન્માનિત કરાયા ) ” ડભોઇ શ્રીમાળી સોની સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

બાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે .જેને અનુલક્ષીને ડભોઇ શ્રીમાળી સોની સમાજ શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ ઝારોલાની વાડી ખાતે ચતુર્થ પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારંભ યોજી સમાજના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં સમાજના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવન ગાથાઓ આપી આજની નવયુવાન પેઢીને પ્રોત્સાહિત કરી હતી અને તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે તેવા ઉમદા હેતુથી છેલ્લા ચાર વર્ષથી ડભોઇ શ્રીમાળી સોની સમાજ પ્રેરિત "શિક્ષણ સમિતિ " દ્રારા સમાજનાં બાળકોને સન્માનિત કરાયા હતાં. અને ડભોઈ કેન્દ્રમાં ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરિક્ષામાં ઉચ્ચતમ સ્થાન મેળવનાર સોની સમાજનાં વિધાર્થીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમાજનાં આ નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત બને તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]