જસદણ તાલુકાના ભાડલા ગામે સરપંચ મનિષાબેન અરવિંદભાઈ ડોબરીયા વિરોધ ભાડલા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો
(રીપોર્ટ વિજય ચૌહાણ)
મનિષાબેન ડોબરીયા તેઓ પંચાયતમાં ગેરહાજર રહે છે તદુપરાંત તેમના પતિદેવ તમામ વહીવટ કરે છે. આ ઉપરાંત તમામ પંચાયતની માહિતી સદસ્યથી છુપાવે છે. સરકારની આવતી ગ્રાન્ટો અન્ય સભ્યોને કોઈ પણ પ્રકારની જાણ હોતી નથી તમામ વહીવટ મનિષાબેન તેમના ઘરથી ચલાવે છે. વિકાસના તમામ કામો નબળી ગુણવત્તા ના એસ્ટીમેન્ટની વિરુદ્ધ જઈને કરેલા અને ગેરરીતી અને ભ્રષ્ટાચાર વાળા કરવામાં આવેલ. ગ્રામ પંચાયતના કોઈપણ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વિના સરપંચના પતિ દ્વારા જ તમામ વહીવટ કરવામાં આવે છે. કોઈપણ ગ્રામ પંચાયતના સભ્યોની જાણ વિના સરપંચ ના પતિ દ્વારા બારોબાર ખોટા ઠરાવો કરવામાં આવે છે. અને આવે છે. તેથી ગ્રામ પંચાયતના સદસ્યો અમરીશભાઈ બાબુભાઈ ખાચર, ઝાકીર ભાઈ દોસ્ત મોહમ્મદ બલોચ, સરોજબેન અરવિંદભાઈ ભટ્ટ, કાજલબેન બીપીનભાઈ પરમાર મંજુલાબેન દ્વારકાદાસ અગ્રાવત ભગવાનજીભાઈ મૂળજીભાઈ ડાંગર , મુક્તાબેન ભરતભાઈ દોમડીયા અને પ્રભાબેન મીઠાભાઈ દોમડીયાએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલ છે. તેથી ભાડલા ગામમાં ગામ લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેને ધ્યાનમાં રાખી સદસ્યો એ અવિશ્વાસનો દરખાસ્ત કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.