વિસાવદર શહેરના ધારી બાય પાસ રોડ સરદાર ચોક વિસ્તારમાં સ્પીડ બ્રેકરની ખાસ જરૂર.

વિસાવદર શહેરના ધારી બાય પાસ રોડ સરદાર ચોક વિસ્તારમાં સ્પીડ બ્રેકરની ખાસ જરૂર.


વિસાવદર શહેરના ધારી બાય પાસ રોડ સરદાર ચોક વિસ્તારમાં સ્પીડ બ્રેકરની ખાસ જરૂર.
વિસાવદર
વિસાવદર શહેરના સરદાર ચોક વિસ્તારમાં ધારી બાય પાસ રોડ ઉપર ભયજનક ગોળાઈ હોવાને કારણે અકસ્માત થવાની ભારે સભાવના રહેલી છે.
આ વિસ્તારમાં ચાર ચોક પડતા હોય, એક ધારી તરફ, એક સતાધાર તેમજ st ડેપો તરફ જયારે એક શહેરની મુખ્ય જી. ઈ. બી. ઓફિસ તરફ અને જૂનાગઢ જવા માટે પણ આ ચોકમાંથી પસાર થવું પડે છે. આમ, આ ચારે તરફ રસ્તોની અવરજ્વર સતત ચાલુ હોય અને વાહનોનું પણ અહીં વધારે ટ્રાફિક રહેતું હોય છે, ત્યારે, આ વિસ્તારમાં હાલ એક પણ સ્પીડ બ્રેકર નથી તો સત્વરે આ બાબત ઉપર ધ્યાંન આપી તંત્રએ કોઈ જીવલેણ અકસ્માત ના બંને એ પહેલા સ્પીડ બ્રેકર મુકવા લોકોમાં માંગણી થઇ રહી છે
જાણવા મળેલ વિગત પ્રમાણે થોડા દિવસ પહેલા અહીં એક અકસ્માત પણ થયો હતો. જેમાં એક યુવાન ઘાયલ થયો હતો.
તો, લોકોની માંગણીને દયાને લઈ તંત્રએ ઘટતી કામગીરી કરવા માંગ થઇ રહી છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »