જસદણમાં લાંબા સમયથી પ્રવેશદ્વાર પાસે રસ્તા પર ભયંકર ખાડાઓ, છતાં પાલિકાને અહીં નવો રોડ બનાવવાનું સુજતું નથી, ને જ્યાં જરૂર નથી ત્યાં નવા રસ્તા બનાવે છે તૅનુ કારણ શુ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી નહીં જાગે તો ના છૂટકે આંદોલનના મંડાણ થશે - At This Time

જસદણમાં લાંબા સમયથી પ્રવેશદ્વાર પાસે રસ્તા પર ભયંકર ખાડાઓ, છતાં પાલિકાને અહીં નવો રોડ બનાવવાનું સુજતું નથી, ને જ્યાં જરૂર નથી ત્યાં નવા રસ્તા બનાવે છે તૅનુ કારણ શુ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી નહીં જાગે તો ના છૂટકે આંદોલનના મંડાણ થશે


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
તંત્રના પાપે પ્રજાને પીડા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઊંટ સવારી કરતા હોવાનો અહેસાસ થાય છે છતાં તંત્રના જવાબદરો કુંભકર્ણની મીઠી નિંદ્રામાં પૉઢી રહૅતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં ટકાઉ આર.સી.સી. રોડ તોડી નવો સી.સી. બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ જસદણ શહેરના આટકોટ રોડ પર બાયપાસ સર્કલ પાસેના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છેલ્લા ઘણા સમયથી રસ્તાના બેહાલ જોવા મળી રહ્યા છે. જેના કારણે કોઈપણ વાહનચાલકોને જસદણ શહેરમાં પ્રવેશ કરતા પહેલા આ ઉબડ ખાબડ રસ્તા પરથી નાછુટકે પસાર થવું પડે છે અને સાંઢીયા સવારી કરતા હોય તૅવા અહેસાસ સાથે શહેરમાં પ્રવેશ મેળવી શકે છે. આ બિસ્માર રસ્તાના લીધે નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. જેથી જસદણ પાલિકા દ્વારા શહેરમાં ટકાઉ રોડને તોડી નવા રોડ બનાવવાના બદલે શહેરના આ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના ઉબડ ખાબડ રસ્તાઓનું પહેલા નવીનીકરણ અથવા રીપેરીંગ કામ કરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે જો વહેલી તકે આ કાર્ય કરવામાં નહીં આવે તો કુંભકર્ણ જેવા તંત્રને જગાડવા આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે તેમ નગરજનો જણાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.