ફટાકડાના હંગામી પરવાના દિવાળીના પર્વને લઈ ભાવનગર શહેર અને જિલ્લામાંથી 659 અરજીઓ આવી, ફાયરની સેફ્ટીના સાધનો રાખવાના રહેશે - At This Time

ફટાકડાના હંગામી પરવાના દિવાળીના પર્વને લઈ ભાવનગર શહેર અને જિલ્લામાંથી 659 અરજીઓ આવી, ફાયરની સેફ્ટીના સાધનો રાખવાના રહેશે


દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કલેકટર કચેરી દ્વારા હંગામી ફટાકડાના પરવાના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાંથી હંગામી ફટાકડા સ્ટોલ માટેની 659 અરજીઓ આવી હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાંથી કામચલાઉ ફટાકડા સ્ટોલ ઊભા કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને અરજીઓના પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ભાવનગરના જુદા જુદા તાલુકાઓમાંથી કુલ 659 અરજીઓ આવી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં અરજીઓ કરવામાં આવી હતી, જેમાં ભાવનગર સિટીમાં 158, જવાહર મેદાનમાં 44, ભાવનગર ગ્રામ્ય માં 23, પાલીતાણામાં 108, તળાજામાં 108, મહુવામાં 41, જેસરમાં 49, ઉમરાળામાં 28, વલભીપુરમાં 25, ઘોઘામાં 14 તથા ગારીયાધારમાં 48 મળી કુલ 659 અરજીઓ ભાવનગર શહેર અને જિલ્લામાંથી આવી હતી. જેમાં સૌથી વધુ ભાવનગર શહેરમાં 158 અરજીઓ થઈ હતી તો સૌથી ઓછી ઘોઘામાં માત્ર 14 અરજીઓ આવી હતી.

ભાવનગર શહેરના જવાહર મેદાન સહિતના વિસ્તારોમાં સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સ્ટોલ અને દુકાનોમાં કેરોસીન, ગેસથી ચાલતા દીવાઓ અન્ય રીતે ખુલ્લા દીવાનો ઉપયોગ નહીં કરી શકાય આજુબાજુ સલામત વિસ્તારોમાં પણ તે પ્રકારના દીવાનો ઉપયોગ કરવો નહીં. આ અકસ્માત સામે લાયસન્સ ધારોકોએ થર્ડ પાર્ટી વીમો લેવાનો રહેશે તથા અગ્નિશામક સાધનો જેવા કે રેતી પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે, સહિતની અનેક શરતોનું પાલન કરવાનું રહેશે.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.