રાજકોટ જામનગર રોડ પર નવા ફ્લાયઓવર બ્રિજની મુલાકાત સમીક્ષા મ્યુનિ.કમિશનર. - At This Time

રાજકોટ જામનગર રોડ પર નવા ફ્લાયઓવર બ્રિજની મુલાકાત સમીક્ષા મ્યુનિ.કમિશનર.


રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગતિમાં છે. શહેરના જામનગર રોડ પર નિર્માણાધિન સાંઢિયાપૂલ સાઇટ ખાતે રાજકોટ મહાનગરાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ કમીટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનીયર અતુલ રાવલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એમ. કોટક સહિતના અધિકારીઓની ટીમને સાથે રાખી, કામગીરીની સમીક્ષા અર્થે સ્થળ મુલાકાત કરવામાં આવેલ. આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ દ્વારા બ્રિજની કામગીરી વિશે વિગતો મેળવેલ હતી. બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૯૦ મીટર તથા કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર થશે. જેમા બન્ને તરફ ૭.૫૦ મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ ૦.૫૦ મીટર રહેશે. પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામગીરીમાં ગતિ લાવવા તેમજ ઝડપભેર આ કામગીરી આગળ વધારવા આ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.