જસદણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ કુત્રિમ તંગી કે સંગ્રહ ખૉરી ધરતી પુત્રોઍ સણસણતા સવાલૉ ઉઠાવતા ખૅડુત નૅતાઑના મૉઢૅ મણમણના તાળા
જસદણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ કુત્રિમ તંગી કે સંગ્રહ ખૉરી ધરતી પુત્રોઍ સણસણતા સવાલૉ ઉઠાવતા ખૅડુત નૅતાઑના મૉઢૅ મણમણના તાળા
કપાસ મગફળી સહિતના પાકો સારા છે પૂરતો વરસાદ થયો છે હાલ વરાપ નિકળતા ખાતરની જરૂર હોય તુરંત ઉપલબ્ધ કરવા ખેડૂત અગ્રણી ધીરુભાઈ ભાયાણીની માંગ
જસદણમાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતર ન મળતા ધરતીપુત્રો મીઠી મૂંઝવણમાં મુકાયા છે હાલ સારો વરસાદ થયો હોય કપાસ મગફળી સોયાબીન એરંડા તલ મગ મઠ જુવાર બાજરી મકાઈ જેવા પાકો સુંદર રીતે લહેરાઈ રહ્યા છે અને હાલ બે ત્રણ દિવસથી વરાપ નીકળ્યો હોય ખેડૂતો નિંદામણ તથા રપટ જેવા સાતી હાકી અને ખેડકાર્ય શરૂ કર્યું છે અને મોલાત પણ બહુ જ સારી છે છેલ્લા બે ત્રણ દિવસથી સૂર્યનારાયણ ભગવાને દર્શન દીધા છે વરાપ નીકળ્યો છે ત્યારે મૉલાતનૅ આ સમયે યુરિયા ખાતર નાખવાની જરૂર પડે છે આવા સમયે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ઉગ્ર રૉષૅ છે ભરાયા છે અને જણાવી રહ્યા છે કે આ સંગ્રહકોરી છે કે પછી કુત્રિમ તંગી ઉભી કરવામાં આવી છે જેવા વિવિધ સવાલો ઉઠાવી ખેડૂતોએ નારાજગી પ્રગટ કરી છે આ અંગે ખેડૂત આગેવાન ધીરુભાઈ શામજીભાઈ ભાયાણીઍ જણાવ્યું છે કે હાલ કપાસ મગફળી સહિતના પાકો ખૂબ જ સરસ લહેરાઈ રહ્યા છે અને ઉઘાડ વરાપ નીકળતા હવે ખેડૂતો વધારાનું ઘાસ નિંદામણ તથા સાતી રપટ કાઢવાનું કામ સહિતના ખેડકાર્ય શરૂ કર્યા છે. આવા સમયે ખાસ કરીને યુરિયા ખાતર ની જરૂર પડતી હોય આવા સમયે ખાતર ના મળે તે વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા ખેડૂત આગેવાન ધીરુભાઈ એસ ભાયાણીએ ખેડૂતોના હિત માટે ઉગ્રહ માંગ કરી છે અન્યથા ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉતારી છે.
નરૅશ ચૉહલીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.