મણીભદ્ર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમી રહેલ પાંચ વર્ષીય માસૂમ પર લોખંડનો દરવાજો પડ્યો: કમકમાટીભર્યું મોત
રાજકોટની નાગેશ્વર સોસાયટીનો કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં મણીભદ્ર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમી રહેલ પાંચ વર્ષીય માસૂમ સ્વરા પર લોખંડનો દરવાજો પડતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવથી અરેરાટી સાથે કલ્પાંત છવાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં નાગેશ્વર સોસાયટી શાંતિનગર-01 માં આવેલ મણીભદ્ર એપાર્ટમેન્ટમાં રહેતાં શંકરભાઈ રાય તેના પરીવાર સાથે રહે છે અને તેમને સંતાનમાં એક પાંચ વર્ષીય પુત્રી સ્વરા હતી. ગઈકાલે રાતે શંકરભાઈ અને તેનો પરીવાર ઘર પાસે બેઠો હતો ત્યારે તેમની પુત્રી સ્વરા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી હતી ત્યારે પાર્કિંગનો દરવાજો અચાનક માસૂમ દીકરીની ઉપર પડતાં ગંભીર ઇજા પહોંચી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. પરિવારની સામે જ બનેલા બનાવથી નેપાળી પરીવાર હતપ્રભ થઈ ગયો હતો અને તાત્કાલિક દીકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ બાળકીનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ ટી. ડી.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, નેપાળી પરીવાર અહીં રોજીરોટી કમાવવા આવ્યો હતો અને મૃતક બાળકી પરીવારની એકની એક પુત્રી હતી. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.